એજી સોનલમાં આભ કપાળી ભજુ તુને ભેળીયા વાળી
હા ચારણના સત છુટવા લાગ્યા પાપે કર્યો છે પેસાર
એ જાગતી જોત્યુ મઢડા ટીંબે આઈ ઉગી પ્રભાત ઉગમણા
એ ઉગમણા ઓરડા વાળી ભજુ તુને ભેળીયા વાળી……….( ૧)

હા મઢડે જેદી નોતર્યા માડી ચારણો લાખમલાખ
એ રજ ઉડી તેદી ભાણઢંકાણા સુરજ પુરેસાખ વિહોતર
એ વિહોતર નાત ઉજાળી ભજુ તુને ભેળીયા વાળી………..(૨)

હા જુનાણે ચારણ નોતર્યા માડી બાળ ભણે ભલી ભાત
એ અજીયા બાબને કીધા અભે માડી એજ મોટી અખીયાત પોતાવર
એ પોતાવર પાળવા વાળી  ભજુ તુને ભેળીયા વાળી………..(૩)

હા પાળીયા તે બહુ પ્રેમથી સોનલ કોઈ નો પાળે ‘કાગ’
એ સાદ સુણી અને ધોડ્ય ભુજાળી મઢડા વાળી માત પોતાના
એ પોતાના બીરદ સંભારી ભજુ તુને ભેળીયા વાળી…………(૪)
જય આઈ શ્રી સોનલ માં
કવિશ્રી દુલા ભાયા કાગ

  

 

બૂરા ક્યા?



બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં,
બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં;
બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો,
બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો;
જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો;
           સત’કાગ’, સ્વમી !  સંસારમેં,   બૂરો બલીસે  બાધનો.        ૧

બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો,
બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો;
બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન,
બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન;
મદ બૂરો યોગિ નારિ-મિલન,    ભય રંજ બૂરો ભગતમેં;
        સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં.      ૨

બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ,
બૂરો   શત્રુગૃહગમન,   બૂરો યૌવન રુ રાજમદ;
બૂરો   પ્રાતમેં   સયન,    બૂરો   સેવકસે   હસવો,
બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો;
સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો;
          સત  ’કાગ’   સ્વામી !  સંસારમેં બૂરો અતિ  મુખ બોલનો.        ૩

બૂરો  વૃથા  વિવાદ,     બૂરો   તન  ક્રોધ  તપનિકો,
બૂરો નાશ   લગિ ધીર,    ચિત લોલજ     પનિકો;
બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન,
બૂરો અજાનિત પંથ,    બૂરો બિનું રૂપ દીર્ઘ તન;
બહુ બૂરો   સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ,
          સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ.       ૪

-કવિ શ્રી દુલા ભાયા કાગ

 

મા ઉપરના દુહા

                                                                               

ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે;
(ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ?

ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે;
મરતા લગ માને , કેમ વિસરિયે , કાગડા ?

પન્ડમા પિડ ઘણિ, સાતિને હસતિ સદા;
માયા માત તણિ, કેમ વિસરિયે , કાગડા ?

કુટુમ્બ ક્લેશ અપાર, કિધા ન પુતરને કદિ;
ઍવા ઝેર જીરવણહાર, કેમ વીસરીઍ, કાગડા ?

જમ જડાફા ખાય , મોતે નળ્ય માંડિયુ;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામા ઘોડા ફરે;
(તોય) છોરુની ચિંતા થાય, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

તો અંગ અઘળા તાવ, પૂતર તળ પૂછે નઇં;
(પણ) ભળ્યો ન બીજો ભાવ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

કિધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લગી;
ન કર્યા દુઃખડા નેણ, (ઍને) કેમ વીસરીઍ, કાગડા ?

આખર ઍક જતાં, ક્રોડ્યું ન આખર કામના;
મોઢે બોલુ ‘મા’, કોઠાને ટાઢક, કાગડા!

મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે’તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !

મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !

અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !

માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !

માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !

જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !

માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !

માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !
કવિ શ્રી દુલા ભાયા કાગ
કાગ બાપુ

 

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી


‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

-કવિ શ્રી દુલા ભાયા કાગ

 

Ramayan KEVAT PARSANG PAR - Pag Mane Dhova Dyo Ne RAGHURAI.mp3